Sunday, 23 October 2016

LRBGujarat2018.in Police Lokrakshak Recruitment Board Answer Key Result 02 December 2018


તા.02/12/2018 ના રોજ યોજવામાં આવનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા જવાબ કી/Answer Key વેબસાઇટ www.LRBgujarat2018.in ઉપરથી Download કરી લેવા.

* Police Bharti Written Exam Answer Key will be published on or before 02/12/2018 on lrb2016.in(Exam held on 02nd Dec 2018)  
* Contact Lokrakshak Bharti Board on or before 30/12/2018 on website www.lrbgujarat2018.in
* Final Answer Key Will be published on website upto 02/11/2016.
અગત્યની સુચનાઓ

૧) અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા દ્ધારા અગાઉ આપવામાં આવેલ જાહેરાત ક્રમાંક : LRB/201617/1 અનુસંધાને લોકરક્ષક ભરતી અંગેની તા.૨૩/૧૦/૨૦૧૬ ના રોજ લેવામાં આવનાર લેખિત પરીક્ષા માટેના Call Letter ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૧૫/૧૦/૨૦૧૬ થી શરૂ થયેલ છે. જે ઉમેદવારોએ હાલસુધી તેમના Call Letter ડાઉનલોડ કરેલ નથી. તેઓએ સત્વરે તેમના Call Letter https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લેવા આથી જણાવવામાં આવે છે.

૨) જે ઉમેદવારોને Call Letter ડાઉનલોડ કરવામાં કોઇ મૂશ્કેલી જણાતી હોય તો તેઓએ લોકરક્ષક ભરતી બોર્ડના રાજ્ય કંટ્રોલ રૂમના ફોન નંબર : ૦૨૬૫- ૨૪૩૭૬૦૭ તથા મોબાઇલ નંબર : ૯૯૭૮૪૦૮૪૮૯ ઉપર કલાક ૧૦/૩૦ થી ૧૮/૩૦ દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

૩) ઉકત જાહેરાત અનુસંધાને જે ઉમેદવારોએ બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો(UEWS) કેટેગરીમાં અરજી કરેલ છે, તેઓને હવે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા.૦૫/૧૦/૨૦૧૬ ના પરિપત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૧૬/૨૭૫૦૨૪/ગ.૨ થી ઠરાવ્યા મુજબ જનરલ કેટેગરીના ઉમેદવાર ગણવાના રહેતા હોય, આ પૈકીના જે ઉમેદવારોએ ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છુટછાટ મેળવી અરજી કરેલ હોય તેવા ૯૫૪ ઉમેદવારોને Call Letter ઇસ્યુ કરવામાં આવેલ નથી. જેની સબંધિતોએ નોંધ લેવી.

Saturday, 22 October 2016

Recruitment Board

ભરતી બોર્ડ વિશે
ઉચ્ચ ટેકનીકલ સમિતિની ફરજોઃ

આ ઉચ્ચ ટેકનીકલ સમિતિ ભરતી સબંધી કાર્યવાહી, કાર્યપધ્ધતિ અંગે ભરતી બોર્ડને સલાહ સુચન અને માર્ગદર્શન આપશે તથા ભરતી બોર્ડ આ સમિતિના નિર્ણય અનુસાર કાર્યવાહી કરશે.

લોકરક્ષક ભરતી બોર્ડની ફરજોઃ

લોકરક્ષક ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ કામગીરી જેવી કે, પેપરમાં જાહેરાત આપી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ OJAS સોફટવેર મારફતે મેળવી સરકારશ્રીના નિયમોનુસાર લેખિત તેમજ શારીરીક પરીક્ષા લેવાની કામગીરી કરશે ત્યારબાદ રીઝલ્ટ ડીકલેર કરવા અંગેની કામગીરી કરશે. આ અંગેની તમામ વ્યવસ્થા લોકરક્ષક ભરતી બોર્ડે કરવાની હોય છે.

એકંદરે, ભરતી બોર્ડ ધ્વારા ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને પ્રસ્થાપિત અનામત અંગેની નિતીને અનુસરીને પરીક્ષાની શરૂઆતથી આખરી પરીણામ સંવર્ગવાર તૈયાર કરવાની તમામ કામગીરી લોકરક્ષક ભરતી બોર્ડની ફરજમાં આવે છે.

  •   1) Shri Ashish Bhatia, IPS, Chairman, Higher Technical Committee and Additional DGP, CID Crime & Railways, G.S.,Gandhinagar.

  •   2) Shri Shamsher Singh, IPS, Member, Higher Technical Committee and Inspector General of Police, Surat Range, Surat.

  •   3) Shri Manoj Agrawal, IPS, Member, Higher Technical Committee and Secretary(Home), Home Department, Sachivalaya, Gandhinagar.

  •   4) Shri D.R.Bhammar, Member, Higher Technical Committee and Deputy Secretary (T.C.&T) Home Department, Sachivalaya, Gandhinagar.

લોક રક્ષક ભરતી બોર્ડ સભ્યો
  •    1) Shri Gyanender Singh Malik, IPS, Chairman, Lokrakshak Recruitment Board and Inspector General of Police, Vadodara Range, Vadodara.

  •    2) Shri Manoj Shashidhar, IPS, Member, Lokrakshak Recruitment Board and Commissioner of Police, Vadodara City.

  •    3) Shri Rajiv Ranjan Bhagat, IPS, Member, Lokrakshak Recruitment Board and Inspector General of Police, Intelligence,G.S.,Gandhinagar.

  •    4) Shri Harikrishna Patel, IPS, Member, Lokrakshak Recruitment Board and Deputy Inspector General of Police, (Intelligence), Gujarat State, Gandhinagar.

  •    5) Smt. Nipuna M. Torawane, IPS, Member, Lokrakshak Recruitment Board and Additional Commissioner of Police, Sector-2, Surat City, Surat.

Steps For Transparent Recruitment

લેખિત પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને કોઇ પણ જાતની ગેરરીતી વગર તેમજ નિષ્પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ ધ્વારા પુરતા પગલાં લેવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.
૧. લેખિત પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ઉમેદવારોના વતનના જિલ્લાથી અન્ય નજીકના જિલ્લે રાખેલ છે.
ર. સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્રપત્ર A,B,C,D એમ ચાર સીરીઝમાં કાઢવામાં આવે છે પરંતુ પોલીસ ભરતીની લેખિત પરીક્ષામાં ૩૦ (ત્રીસ) સીરીઝમાં પ્રશ્રપત્ર કાઢવામાં આવશે જે વર્ગ દીઠ સમાવિષ્ટ કુલ-૩૦ ઉમેદવારોને અલગ અલગ સીરીઝના પ્રશ્રપત્ર આપવામાં આવશે કે જેથી કોપી કરવાનો અવકાશ રહેશે નહી.
૩. લેખિત પરીક્ષા માટે ઉમેદવારોને સમય કરતાં બે કલાક અગાઉ પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવશે અને તેઓનો બાયોમેટ્રીક રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેમાં ઉમેદવારના બન્નેં હાથની પ્રથમ આગળી (Index Finger) ની છાપ લેવામાં આવશે.
૪. દરેક ઉમેદવારોના લેખિત પરીક્ષા વખતે ફોટોગ્રાફ પણ લેવામાં આવશે.
પ. આ લેખિત પરીક્ષા માટે OMR Sheet ત્રણ પ્રતમાં (Three Layer) ઉપયોગ કરવામાં આવનાર છે. OMR Sheet ના પ્રથમ પ્રતના બે અડધીયા કરવામાં આવશે જે બન્ને અડધીયા ઉપર બાર કોડ નંબર વહેચાયેલો હશે. જેથી OMR Sheet તપાસનારને ખ્યાલ આવશે નહીં કે કયા રોલ નંબરવાળા ઉમેદવારની OMR Sheet ની ચકાસણી કરી રહયા છે. OMR Sheet ની બીજી પ્રત બોર્ડ કોપી તરીકે અલગ સીલ કરવામાં આવશે
૬. OMR Sheet ની ત્રીજી પ્રત ઉમેદવારને આપવામાં આવશે કે જેથી ઉમેદવાર પોતાના માર્કસ જાતે ચકાસી શકે.
૭. લેખિત પરીક્ષા માટે શહેર/જિલ્લા કક્ષાએ મોટાભાગે CCTV ની સુવિધા ધરાવતા કેન્દ્રનો ઉપયોય કરવામાં આવેલ છે. (કુલ-ર૦૮ર પરીક્ષા કેન્દ્રો પૈકી ૧૭૮૮ કેન્દ્રો ઉપર CCTV ની સુવિધા છે.)
૮. CCTV વાળા કેન્દ્રો ઉપર ૦૧ વિડીયોગ્રાફર રાખવામાં આવેલ છે.
૯. CCTV વગરના કેન્દ્રો ઉપર ૦ર વિડીયોગ્રાફર રાખવામાં આવશે.
૧૦. લેખિત પરીક્ષાના સાહીત્યની સુરક્ષા માટે સ્ટ્રોગરૂમો બનાવવામાં આવેલ છે. જે સ્ટ્રોગરૂમો ઉપર સતત ર૪ કલાક માટે CCTV Camera કાર્યરત રહેશે.
૧૧. શારીરીક કસોટી વખતે ઉમેદવારોના લેખિત પરીક્ષા વખતે લીધેલ ફીગરપ્રીન્ટથી વેરીફીકેશન કરવામાં આવશે.
૧ર. શારીરીક કસોટી વખતે ઉમેદવારોના ફરીથી ફોટોગ્રાફ પણ લેવામાં આવશે.
૧૩. શારીરીક કસોટી માટેની દોડમાં CCTV કેમેરા લગાડવામાં આવશે. જેથી દોડમાં કોઇ ટુકો માર્ગ (Short Cut) અપનાવી શકે નહીં.
૧૪. શારીરીક કસોટી માટેની દોડમાં R.F.I.D. કે જેનો ઉપયોય ઓલિમ્પીકસની દોડમાં થાય છે તેનો ઉપયોગ કરવામાં આવશે. 

Recruitment Rules

તાજેતરની સુધારાઓ પોલીસ ભરતી 23-10-2016